બાપૂ ના જંગલી જનાવર શબદ નો મતલબ એટલે ગોમ નો માથા ફરેલો , બગડેલો અને ગોમ ની સોરીઓ પર નજર બગાડતો પરબત . હું બાપૂ ને કે’તી ‘ મારી આ લઠ (લાઠી) જોય સે , ને તમને ખબર નથ કે આ ધારિયું ખાલી શોભા નું નથ રાયખું ઈ હલાવતાય આવડે સે હોં. ઉભે ઉભો ચીરી નાંખું એ જનાવર ને’. બાપૂ મને હાંભળી હસી પડતા પણ બાપૂ ને ક્યાં ખબર હતી કે મને પેલા જનાવર ની બીક કરતા વધુ કોઈ ને મળવા નો