પુરુષ થી લોખંડી પુરુષ - 2

  • 4.2k
  • 1.9k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ વિચાર ભાગ - 2 જયારે હું 40 વર્ષની ઉંમરનો થયો ત્યારે મારું વજન 92 કિલો હતું, આધુરામાં પૂરું એટલે એક દિવસ ખુબજ બીમાર પડી ગયો, ડોકટરે અમુક ટેસ્ટ કરાવવા જણાવ્યું અને રિપોર્ટ જોયા પછી કહ્યું કે તમને કમળો થઇ ગયો છે. ડોક્ટરની સલાહ મુજબ મારે બહાર જવાનું, બહારનું ખાવા પીવાનું બંધ કરવું જરૂરી હતું, ઘરમાં જ આરામ કરવો અને બિલકુલ સાદું જીવન જીવવાનું જણાવાયું. લગભગ 21 દિવસના અંતે મારું વજન 6-7 કિલોગ્રામ ઘટી ગયું હતું અને મને લાગ્યું આ તો વજન ઘટવાથી ખુબ સારું લાગે છે. માટે ચોક્કસ આ વજન મેઈન્ટેન કરવું જ