રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 11

(75)
  • 5.2k
  • 1.9k

કેપ્ટ્ન અને એમના સાથીદારો નવા ટાપુવાસીઓના કબજામાં.. સમયસર પહોંચીને જ્યોર્જે પોતાની પ્રેમિકાને સેનાપતિથી બચાવી... ________________________________________ "ઓહહ.. માં..' સૌથી છેલ્લે ચાલી રહેલી એન્જેલાની વેદનાભરી ચીસ સાંભળીને આગળ ચાલી રહેલા જ્યોર્જ , પીટર અને ક્રેટી એકદમ થંભી ગયા. વહેલી સવારે આદિવાસીઓના નગરથી નીકળેલા જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલા અલ્સ પહાડના આગળ આવેલા મેદાનમાં નવા નગરનું નિર્માણ થતું હતું એ તરફ જઈ રહ્યા હતા. વચ્ચે થોડોક રસ્તો ખડકાળ જેવો હતો. જ્યાં નાના મોટા પથરાઓ આમથી તેમ વેરાયેલા પડ્યા હતા. જ્યોર્જ , પીટર અને ક્રેટી આગળ ચાલી રહ્યા હતા એન્જેલા એમનાથી થોડીક પાછળ પોતાની ધૂનમાં મસ્ત બનીને આજુબાજુના પ્રાકૃતિક વાતાવરણે