લવ રિવેન્જ પ્રકરણ-22 ફોન ઉપાડ....! ફોનતો ઉપાડ સિડ...! લાવણ્યા લગભગ અડધો કલ્લાકથી સિદ્ધાર્થને ફોન કરી રહી હતી. અનેકવાર રીંગો માર્યા પછી પણ સિદ્ધાર્થ ફોન નહોતો ઉઠાવી રહ્યો. રઘવાઈ થઈ ગયેલી લાવણ્યા હવે સોસાયટીના નાકે ઊભી-ઊભી આમતેમ આંટાં મારી રહી હતી. સિદ્ધાર્થના ગયાં પછી પણ લાવણ્યા ત્યાંજ ઊભી રહી ગઈ હતી. ઓહ ગોડ સિડ....! પ્લીઝ ફોન ઉપાડ....! લાવણ્યાએ ફરીવાર સિદ્ધાર્થનો નંબર ડાયલ કરી પોતાનો મોબાઇલ કાને ધર્યો. આખી રિંગ વાગી જવાં છતાંપણ સિદ્ધાર્થે ફોન ના ઉપાડયો. ક....કેટલો હર્ટ કરી દીધો મેં તને....! છેવટે લાવણ્યા એકલી-એકલીજ ત્યાં ઊભી રડવાં લાગી. વિશાલ જોડે પૈસાં લીધાની વાત જાણીને ઢીલો થઈ