શૈલુ સેન્ડવિચ ની વેદના , કવિઓને અર્પણ !

  • 1.5k
  • 528

શૈલો સેન્ડવિચ ખાણી-પીણી ઓટલા પરિષદ મિત્રમંડળનો પ્રમુખ હતો . ઓટલા પરિષદને શૈલા વગર ચાલે જ નહિ .બધા લોકો ખાસ કરીને – પન્નો પાણિપુરી ,જલો જંકફૂડ ,ચનો ચાઇનીસ ઉર્ફે ચનો ચવાણું , હકો રગડો , ગુલાબ ગોલાવાળો , ભૈયો ભેળ ,તથા આઈરિશ આઇસક્રીમ વગેરે , વગેરે , વગેરે ખાણી-પીણીની દુનિયાના કિંગ ! બધા ઓટલા પરિષદના સભ્યો ! પરંતુ શૈલો સેન્ડવિચ એટલે શૈલો સેન્ડવિચ ! તેનો એક યાદગાર અનુભવ સૌ કોઇ ફરી-ફરીને તેની પાસે દોહરાવતા . ખુબજ આનાકાની કર્યા બાદ શૈલો તેની વિતકકથા એટલેકે તે કઈ રીતે સેન્ડવિચ બનેલો તે કહેતો અને ઓટલા પરિષદમાં આનંદ-આનંદ છવાય જતો કારણકે શૈલાની શૈલી જ આખી