0સ્પંદન-૩SATURDAY EVENINGSPANDAN HOSPITAL... શનિવારે સાંજે રજત જયારે હોસ્પિટલ પહોચ્યો ત્યારે પેલો દરવાજો બંધ હતો. થોડું ટેન્શન થઇ ગયું કેમ દરવાજો બંધ છે. હજુ તો ૬ જ વાગ્યા છે.. નહીં આવી હોય..? વહેલી જતી રહી હશે..? બીમાર હશે? ઉપર OT માં હશે? એ ઉપર પણ જઈ આવ્યો, પણ આજે કોઈ SURGERY જ નહોતી. હવે શું કરવું..? કોને પૂછવું? એ ગડમથલમાં જ એ બેઠો તો.. ત્યાં જ જીગરભાઈ આવ્યા- “કેમ છો રજત..? મજામાં..? કેમ ચુપચાપ બેઠો છે..?” રજત- “બસ કંઈ કામ નથી... તો શું કરું એ વિચારું છું?” જીગરભાઈ- “હા એવું જ છે. એક પેશન્ટ છે સર્જરીનું, જડબાનું ફ્રેકચર છે.. મલ્ટીપલ ટ્રોમા છે..