પ્રતિક્ષા - ૪૭

(46)
  • 3.2k
  • 1
  • 908

દુર ક્ષિતિજથી રાતનો છેલ્લો પ્રહર ખતમ થતો તે ચોખ્ખો નિહાળી રહી હતી. આકાશમાં સાવ ધીમે ધીમે ઉજાસ આવી રહ્યો હતો. લાલ રંગ રેલાઈ રહ્યો હતો. “મીણબતીની જેમ પીગળી રહ્યું છે ને આ આકાશ!!” ઉર્વાની બાજુમાં આવી રચિત બોલ્યો. “હા, એમ જ જેમ અહીં મારું અસ્તિત્વ પીગળી રહ્યું છે!!” ઉર્વાની આંખોમાં ભીનાશ હતી. ઘણા વર્ષે તે આંખો હતાશ હતી. “ઉર્વા, તું દોસ્ત છે મારી. તને પોતાને સળગાવતા, આમ પોતાના જ અસ્તિત્વને ઓગાળતા કઈ રીતે જોઈ શકું હું? કોશિશ કરવી મારી ફરજ હતી. એ કોશિશનો એ મતલબ હોય જ ના શકે કે હું તારી સાથે નથી! આપણે સાથે શરુ કર્યું છે આ