સપના અળવીતરાં - ૬૬

(28)
  • 4.4k
  • 2
  • 976

"રાગિણી... "ફરી એજ અવાજ, કાનમાં ગણગણતો... આંખ સામે કાળો અંધકાર છવાયેલો હતો, એમાં જાણે પ્રકાશનું એક ટપકું ઉપરથી નીચે ઉતરતું બરાબર મધ્યમાં સ્થિર થઇ ગયું. ધીરે ધીરે એ ટપકું વિસ્તરતું ગયું અને એક ચહેરો ઉપસ્યો... કેયૂરનો ચહેરો! એ ચહેરો નજીક આવ્યો, એકદમ નજીક... રાગિણી પોતાના કપાળ સાથે એનું કપાળ અડતાં અનુભવી શકી. એની આંખમાંથી સરકેલી બે બુંદની ભીનાશ રાગિણીએ પોતાના ગાલ પર અનુભવી. તે કંઇક બોલવા ગઇ, પણ ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. તે બસ નિહાળી રહી, અનિમેષ... અપલક... કેયૂર સ્હેજ દૂર થયો અને બબુના ઘોડિયા પાસે જઈને હેતથી બબુને જોઈ રહ્યો. પછી રાગિણી સામે જોઈ કહ્યું, "થેંક્યુ રાગિણી.. "રાગિણીએ ફરી પોતાના