લવ બ્લડપ્રકરણ-27 દેબાન્શુની બાઇક હવે પહાડી ચઢી રહી હતી સુંદર વાતાવરણ હતું. મીઠો ઠંડો ઠંડો પવન ચાલી રહેલો નુપુર દેવુની પીઠ પર માથું ઢાળીને રાઇડ એન્જોય કરી રહેલી એનાં હાથ દેબુની છાતીએ વીંટળાયેલાં હતાં એ મીઠાં મીઠાં સ્વપ્નામાં ખોવાઇ ગઇ હતી. પહાડી પરની હવા-વાતાવરણ મદમસ્ત હતું અને એક વ્યુપોઇન્ટ આવ્યો ત્યાંથી ઊંચાઇએથી નીચેનાં મેદાનોનાં ભાગ ખૂબ સુંદર દેખાઇ રહેલો. દેબુએ બાઇક ધીમી કરી અને ચારે તરફ જોયુ બસ ચારોતરફ કુદરત ફેલાયેલી હતી ક્યાંય કોઇ અવાજ નહીં નિરવ શાંતિ હતી એકદમ સુંદર લોકેશન પર આવીને ઉભા રહેલાં. દેબુએ કહ્યું "એય" નુપુ... ઊંઘી ગઇ કે શું ? નુપુરે કહ્યું એય ના ના