ધીમે-ધીમે વિજુ ગોંદરા ભણી ડગ માંડી રહી હતી. એક-એક પગના અવાજે જાણે ધરતી ધમ ધમ થતી હતી ! છાતી સરખા ચાંપેલ બાળકને વધારે સંતાડતી હતી. રસ્તામાં પડેલા છાણમાં તેના પગ ભરાતા હતા તેની પણ તેને ભાન ન હતી. રસ્તાની બાજુની એક ખડકી ખુલી. એક સ્ત્રી બહાર નીકળી...‘આ રાંડ ક્યાં હામે આવી !’ –એમ બબડી એણે પાછી ખડકી બંધ કરી દીધી. પરંતુ, વિજુને અત્યારે કશું સંભળાતું નહોતું. એક કૂતરો તેને જોઇ ભસવા લાગ્યો અને થોડીવારે કોઈ પ્રતિક્રિયા ન મળતા ચૂપ થઇ ગયો. વિજુ ત્રણેક વરસ અગાઉ અહીંથી રાતી ચુંદડી ઓઢીને ગઈ હતી. ત્યારે તો કોઈનેય ઓહાણ જ ક્યાંથી હોય કે, આ