સિમેન્ટના પતરામાં ક્યાંક ક્યાંક થયેલા બાખાને પ્લાસ્ટિકની મોદ વડે ઢાંકેલા હતા. દિવાલો પણ મથી મથી ને ટકી રહેલી હતી ને માથું ઝુકાવીને જ ઘરમાં દાખલ થાય એવું બારણું હતું. ઘર હતું એ નહિ કે ઝૂંપડું. મકાન, બંગલો કે ઝૂંપડું એ નિર્જીવ અને ભૌતિક વસ્તુ છે, પણ લાગણી અને સવેન્દનાં થકી ધબકતું તો ઘર જ હોઈ. એ ઘર માં એક યુગલ રુદ્રેશ અને કેશ્વા અને નાના નાના એમના સંતાનો બાદલ, ચમન અને ગૌરી.તન પર ફાટેલાં અને જૂના કપડાં હતા પણ સ્વચ્છ હતા. રૂદ્રેશ કાપડના કારખાનામાં છેલ્લા ૧૦ વર્ષથી કામ કરે છે.જેટલું કમાય એટલા માં