સુંદરી - પ્રકરણ ૮

(98)
  • 5.3k
  • 5
  • 4.2k

આઠ સુંદરીના કલાસરૂમમાંથી ગયા બાદ વિદ્યાર્થીઓ પણ એક પછી એક ક્લાસમાંથી રવાના થવા લાગ્યા, પરંતુ વરુણ પોતાના સ્થાનથી હલ્યો પણ નહીં. એ પેલા સુંદરી દ્વારા બંધ થયેલા બારણા તરફ સતત જોવા લાગ્યો. વિદ્યાર્થીઓના એક પછી એક જવાથી બારણું વારંવાર બંધ થાય છે એની નોંધ સુદ્ધાં એણે ન લીધી. પરંતુ કૃણાલ અને સોનલબાએ તેની આ હાલતની નોંધ જરૂર લીધી. “ભઈલા, તારે આવવું નથી?” સોનલબા વરુણની સામે આવીને ઉભા રહ્યા અને બોલ્યા તો પણ વરુણ તો ટગર ટગર જોતો જ રહ્યો. વરુણની નજર સામે હજી પણ પેલો કાળો બંધ દરવાજો જ હતો, સોનલબા નહીં! “અલ્યા એય...લેક્ચર પૂરું અને કોલેજ પણ. ઘરે