છેલ્લે આપણે જોયું કે બોસ રાઘવને ત્રિષા પર નજર રાખવાનું કામ સોંપે છે, જેને રાઘવ મને-કમને સ્વિકાર કરે છે. હવે આગળ...... ********* રાઘવ બોસની કેબિનમાંથી બહાર આવી ફરી વેઇટિંગ એરિયામાં આવી એક ખુણામાં આવેલા સોફા પર ચૂપચાપ બેસી જાય છે. તેને જણાવાયું હતું કે, તેને ત્રિષાને લઈને દિલ્હી કૈંટમાં આવેલા ટ્રેનિંગ સેન્ટર પર જવાનું છે. અત્યારે ત્રિષાના નકલી ડોક્યુમેન્ટસ માટેની કામગીરી ચાલતી હતી, માટે તે વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ત્રિષાની વાટ જોતા હતો. ત્રિષા વિશેનો ખ્યાલ આવતા જ રાઘવને ભૂતકાળની યાદો તાજી થઈ આવી. તે કચ્છમાં હતો, તે પહેલાં તે પણ વિરાજની જેમજ એક એક્ટિવ જાસૂસ હતો, અત્યારની જેમ