મધદરિયે - 2

(16)
  • 2.7k
  • 1.8k

પરિમલ વિચારવા લાગ્યો કે શું કરવું? રાત આખી પરિમલ વિચારતો રહ્યો.. આખરે મનોમન તેણે ત્યાં જવાનું નક્કી કર્યું..સવાર પડતા તેણે રિક્ષા પકડી અને આપેલા સરનામે તે પહોંચી ગયો.. એક જગ્યાએ સરનામું પૂછી પરિમલ સાંકડી ગલીમાં વળ્યો... નાનકડાં ઝૂંપડાંમાં દાખલ થતા તીવ્ર વાસનો અહેસાસ થયો... પોતાની ગરીબાઇની ચાડી ખાતુ ઝૂંપડું ખખડધજ હાલતમાં કંગાળ હતું!!! પરિમલ અવઢવમાં ઝૂંપડીમાં દાખલ થયો. નાનકડી ખાટલી, તૂટેલી પાંગત,ને ફાટેલા ગોદડામાં કોઈ વૃદ્ધ ખાંસી ખાય છે!!!! પરિમલને જોઈ તેમણે પરિમલને આવકાર આપ્યો... તેમણે સાદ પાડી કહ્યું "પુષ્પા જો કોઈક આવ્યું છે બેટા" લાલ રંગની સાડીમાં પુષ્પા બહાર નીકળી.. પરિમલ જોઈ રહ્યો..ખૂબજ જુની સાડીમાં પણ પુષ્પા સુંદર લાગી