અજનબી હમસફર - ૧૯

(26)
  • 4.1k
  • 2
  • 1.4k

સમીરની વાત સાંભળી દિયા ફક્ત એટલું જ બોલી શકી. "સમીર...હું મારા માટેની તારી લાગણીઓની કદર કરું છુ.કોઈ પણ છોકરી તને જોવે ,તને મળે તો તારા પ્રેમમાં પડી જાય એવો છે તું . પણ મારા મનમાં એ ફિલીંગ નથી.હુ ફક્ત તને .." "જાણુ છું કે તુ મને ફક્ત દોસ્ત માને છે "સમીરે દિયાની વાત કાપતા કહ્યું., અને એ પણ જાણું છું કે ... આટલું કહી સમીર અટકી ગયો. કે શું સમીર ? દિયાએ પૂછ્યું "કે તારા મનમાં એ ફિલીંગ રાકેશ માટે છે ." સમીરે પોતાની વાત પૂરી કરી. "આ તુ શું બોલે છે સમીર?" સમીર દિયાની એકદમ નજીક આવી તેનો ચહેરો