સ્પંદન-૨સ્પંદન હોસ્પિટલગ્રાઉન્ડ ફલોર..બરાબર સવારે 8.45 વાગ્યે રજત હોસ્પિટલમાં હાજર થઈ ગયો. થોડું કામ હતું એ પતાવી ને ઓપીડી ડેસ્ક પર ગોઠવાઈ ગયો. એ જગ્યા એવી હતી કે જ્યાં થી હોસ્પિટલમાં દાખલ થતા દરેક વ્યક્તિ ને જોઈ શકાય. રજત આજુબાજુ બીજા વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યો તો પણ એનું ધ્યાન તો મેઈન ગેઈટ ની સામે જ હતું...Digital time machine મતલબ કે digital wall clock... 9.00 AM સમય બતાવી રહી હતી. એક ટાઈમ મશીન રજતના દિમાગમાં પણ ચાલતું હતું. આ wall clock થી પણ ફાસ્ટ... 9.20 AMએક બે દર્દીઓ આવ્યા. એક નું ડ્રેસિંગ કરવાનું હતું. રજત એ કરીને.. ડ્રેસિંગ રૂમ માંથી બહાર