“બાની”- એક શૂટર ભાગ : ૧૧"મેં તને કીધું ને એ અવિનાશના બચ્ચાંને છોડી મુક. અરે તું એને કેટલા ચાન્સ આપીશ. એ સુધરવાનો નથી. કોઈ બીજી ગર્લ્સ સાથે એ રાત દિવસ વિતાવી રહ્યો છે. તું કેવી રીતે એ બધું સહન કરી રહી છે. તારું મન હંમેશા ફરતું રહે છે . ક્યારેક ચાન્સની વાત કરે છે ક્યારેક ડિવોર્સની..!!" બાની જાસ્મીનને આ વાત સમજાવીને થાકી હતી."અરે એ તને નથી લવ કરતો. એ સ્વીકારી લે. અને આગળ વધ." બાની એની આગળ વાત ધપાવતી રહી."ઠીક છે. હું લોયરને મળીને ડીવોર્સ માટેની તૈયારી કરું છું." જાસ્મીને કહ્યું. " પણ બાની તું મને ફોન પર શું કહેતી હતી?? કોઈ નિર્ણય