રકત યજ્ઞ - 3

(50)
  • 3.4k
  • 1
  • 2k

"હા,મમ્મી, હું પહોંચી ગઈ અને સામાન પણ ગોઠવાઇ ગયો,... તમારી બહુ યાદ આવે છે મા,લવ યુ.."આંખ માં આંંસુ સાથે રોહિ એ ફોન મૂક્યો.. હોસ્ટેલ માં આજે તેનો પહેલો દિવસ હતો..આમ તો કોલેજ મૂંબઇ ની હતી પણ તે જંગલ જેવો વિસ્તાર હતો,કોલેજમાં અભ્યાસ કરનાર દરેકે હોસ્ટેલ માં રહેવું પડતુ..હોસ્ટેલ કોલેજ કૅમ્પસ માં સ્થિત હતી અને હોસ્ટેલ ની પાછળ થી જંગલ વિસ્તાર શરુ થતો. બોયઝ અને ગલ્સ હોસ્ટેલ ની વચ્ચે નીશ્ચીત અંતર હતુ. રોહિ તો કુદરત ના સાનિધ્યમાં જ મોટી થઈ છે એટલે તેણે બારી જેમાં થી જંગલ દેખાતુ હતુ તે બૅડ પસંદ કર્યો.. આમ પણ હજી તેની રૂમ પાર્ટનર આવ્યા નહોતા..રોહિ