સુંદરી - પ્રકરણ ૭

(95)
  • 5.9k
  • 6
  • 4.4k

સાત “...પ્રોફેસર સુંદરી શેલત!” આટલું કહીને તેણે બધાં સામે એક મોહક સ્મિત વેર્યું. સુંદરી શેલત... વરુણની આ નવી પ્રોફેસર માત્ર છવ્વીસ કે સત્યાવીસ વર્ષની જ દેખાતી હતી. લંબગોળ ચહેરો હતો. આંખો નાની હતી અને તેના પરની ભ્રમરો બહુ ઘાટી નહીં તો બહુ આછી પણ ન હતી. નાક છેક હોઠ સુધી પહોંચતું લાંબુ પણ તીણું નહીં, તેમ છતાં સપ્રમાણ. ગાલ બંને તરફથી ઉપસેલા અને ડાબા ગાલ પર બોલતી વખતે અને સ્મિત ફરકાવતી વખતે ખંજન પડતું હતું. દાઢીનો ભાગ પૂર્ણ અર્ધચંદ્રાકાર અને જાણેકે ભગવાને સુંદરીનો દાઢીનો ભાગ ખરેખર અર્ધચંદ્રાકાર જ રહે તેના પર ખૂબ મહેનત કરી હોય એવું લાગી રહ્યું હતું.