સંવેદના

(17)
  • 3.2k
  • 2
  • 818

** સંવેદના ** અરવલ્લીના પર્વતોની હારમાળા વચ્ચે લીલીછમ વનરાજીથી ઘેરાયેલ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના વિસ્તારના એક અંતરીયાળ ગામમાં ભાનુ પટેલ અને તેની પત્ની પ્રવિણા પટેલ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પાંચ વર્ષની નોકરી પૂરી કરી પુરા પગારમાં આવતાં ઘરેથી અપ ડાઉન કરવા માટે તેમણે એક કાર ખરીદી હતી. આ યુગલ આદિવાસી બાળકોના અભ્યાસમાં ખૂબ રૂચી લેતું હતું અને આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ ચિંતાતુર પણ રહેતું હતું. આગામી સપ્તાહે તેમની શાળામાં સરકારશ્રી દ્વારા આયોજિત ગુણોત્સવનો કાર્યક્રમ હોવાથી તેમની શાળાના વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરાવવા માટે આ યુગલ શાળામાં રોજ મોડે સુધી રોકાતુ હતું. ચોમાસાના દિવસો હતા. વરસાદ