મહેંદી ભર્યાં હાથ

(14)
  • 10.1k
  • 1.6k

"અરે બેન આ જોવો અહીં h લખવાનું તો રહી જ ગયું... મને મારી મહેંદી એકદમ પરફેક્ટ જોઈએ... શ્રેયસ નો અને મારો પ્રેમ આ મહેંદી માં જળકવો જોઈએ..." નિધિ પોતાને હાથે દુલ્હન મહેંદી લગાવડાવતી હતી. ચાર વર્ષ ના સગપણ બાદ શ્રેયસ અને નિધિ બે દિવસ પછી હંમેશ ને માટે એક થઈ રહ્યા હતા. હા... નિધિ અને શ્રેયસ ના લગ્ન છે બે દિવસ પછી. ચાર વર્ષ પહેલાં નિધિ કોલેજ ના પ્રથમ વર્ષ માં જ હતી. અને તેના માટે માંગા આવવા ના શરૂ થઈ ગયા હતા. તેના માતા પિતા ને કોઈ ઉતાવળ ન હતી...