વરસાદી સાંજ - ભાગ-10

(15)
  • 3.6k
  • 3
  • 2k

સાંવરી મમ્મીને આ વાત કરું કે ન કરું તેમ વિચારતી હતી...હવે આગળ... "વરસાદી સાંજ" ભાગ-10 સાંવરીને થયું કે મમ્મીને વાત કરું એટલે મમ્મી ખૂબ ખુશ થશે પણ પછી મારા મેરેજના સ્વપ્ન જોવા લાગશે અને પછી કદાચ મીતના મમ્મી-પપ્પા "ના" માને અને મીત "ના" પાડી દે તો મમ્મીની શું હાલત થાય..! માટે મમ્મીને કે કોઇને પણ હમણાં કંઈજ વાત કરવી નથી. મિતાંશ પણ ઘરે જઇને ફ્રેશ થઈને ઉપર પોતાના રૂમમાં થી નીચે ઉતરીને ડાઇનીંગ ટેબલ પર મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. વાતની શરૂઆત કઇ રીતે કરવી તે વિચારે છે એટલામાં મમ્મીએ જ સામેથી મેરેજની વાત કાઢતા કહ્યું કે, " મીત આપણે