પ્રેમનું વર્તુળ - ૩

(28)
  • 4.3k
  • 2
  • 2.5k

પ્રકરણ-૩ વૈદેહી અને રેવાંશનો સંબંધવૈદેહીનો એમ. એસ. સી. નો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. એની હવે લગ્નની ઉમર થઇ ગઈ હતી. પિતા રજતકુમાર એ તેમના પરિવારના સગાવહાલઓ, ઓળખીતા મિત્રો ને તેમજ તેમની જ્ઞાતિમાં બધાને કહી રાખ્યું હતું કે, કોઈ સારો વૈદેહીને લાયક છોકરો હોય તો બતાવજો. વૈદેહીની અને એના પરિવારની કોઈ બહુ ઉચ્ચ આકાંક્ષાઓ નહોતી. તેઓ માત્ર એટલું જ ઇચ્છતા હતા કે, સારો પરિવાર હોય અને છોકરો વ્યવસ્થિત હોય. બહુ ધનવાન પરિવારની એમની કોઈ આકાંક્ષા પણ નહોતી.પરંતુ રેવાંશની પત્ની વિશેની આકાંક્ષાઓ ખુબ જ ઉંચી હતી. એ એવી પત્ની ઈચ્છતો હતો કે, જે ખુબ સારું કમાતી હોય, સ્માર્ટ હોય અને એની