મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 7

  • 2.5k
  • 1
  • 1.1k

રિધિમાં ઓફિસમાં જેમ-તેમ દિવસો કાઢી રહી હતી, ક્યારે એ કંપનીમાંથી ફોન આવશે જ્યાં એણે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તે વિશે વિચારી રહી હતી. વેકેશનના દિવસો જઈ રહ્યા હતા અને એ સાથે જ આદિત્ય અને રિધિમાંની દોસ્તી ગહેરી થતી ગઈ, એ બંને લગભગ નાસ્તો સાથે જ કરતા હતા. એ સિવાય આદિત્ય રિધિમાંને પોતાના વિશે ઘણી-બધી વાતો કરતો. પણ રિધિમાં હજુ પણ એની સાથે એટલી ખુલી શકી ન હતી, કે બધી જ વાતો કરી શકે. અને આ બાજુ નીતિન રિધિમાંથી વધુ દૂર થઈ રહ્યો હતો. નીતિનને આ દુરી ખૂબ દુઃખ આપતી હતી. મે મહિનાની જોરદાર ગરમી ચાલી રહી હતી અને એ.સી. પણ જાણે