'પ્રેમ' એવો શબ્દ છે, જેની વ્યાખ્યા બધાના મત મુજબ જુદી જુદી આપતા હોય છે, અને શબ્દ પણ એવોજ છે જેની વ્યાખ્યા અનંત છે પ્રેમ ઘણી રીતે થાય છે, જરૂરી નથી કે પ્રેમ થવામાં એકજ રસ્તો હોય, ક્યારેક પ્રેમ સાથે હોય ત્યારે સમય સાથે ના હોય, સમય સાથે હોય ત્યારે પ્રેમ સાથે નથી હોતો, ભાગ્યેજ પ્રેમ અને સમય સાથે આવતા હોય છે, એક નજર નો પ્રેમ આપણને અજુગતો લાગે, સ્વાર્થ ભર્યો લાગે પણ લાંબા સમયે પ્રેમની પરાકાષ્ઠ જોઈએ ત્યારે એક નજર નો પ્રેમ સાર્થક લાગે જીવન માં પ્રેમ એવી અનુભૂતિ છે, એ નથી આપણને પેલા જાણ કરતીકે પ્રેમ થવાના સંકેત આપતી,