માયાજાળી બેકારો ના હિસાબે રિયલ બેકારો બેકાર?

  • 1.7k
  • 376

'માયાજાળી બેકારો’ ના હિસાબે ‘રિયલ બેકારો’ બેકાર?બેરોજગારી એ સૌને મુંજવતો પ્રશ્ન છે. પછી એ નેતા હોય કે પછી સામાન્ય પબ્લિક હોય કે પછી નોકરિયાત, શ્રમિક ,વેપારી ,ઉધોગપતિ ગમે તે હોય આ પ્રશ્ન દરેક માટે પ્રાણ પ્રશ્ન છે. આ એક રાષ્ટ્રીય સમસ્યા છે. દરેક માટે બેકારી ની સમસ્યા અલગ-અલગ રીતે હોય છે , આ વસ્તુને મુલવવાના દરેકના અલગ-અલગ માપદંડ હોય છે. અમૂકતમુક વેપારી-ઉધોગપતિ શોર્ટ-ટર્મ મંદીને બેકારી ગણે છે , અમુકતમુક ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ ઉપરની આવક ઓછી થાય તેને બેકારી ગણે છે , અમૂકતમુક શિક્ષકો ને નોકરી સિવાય પ્રાઇવેટ ટ્યૂશન ના મળે તો તે પોતાને બેકાર ગણે છે ,અમૂકતમુક શિક્ષણવિદો ફી ઓછી મળે