સુંદરી - પ્રકરણ ૬

(107)
  • 6.5k
  • 5
  • 4.8k

છ “કેવો રહ્યો આજનો પહેલો દિવસ? રન બનાવ્યા કે પહેલે જ બોલે ક્લીન બોલ્ડ?” સાંજે લગભગ સાડાસાતે ઘરમાં ઘૂસતાં જ હર્ષદભાઈએ વરુણને સવાલ કર્યો. “તમને મેં સવારે જ કહ્યું હતું ને પપ્પા કે સમય આવે તમને હું અપડેટ આપીશ. હજી તો આજે પહેલો દિવસ હતો!” વરુણે લગભગ ફરિયાદના સૂરમાં જવાબ આપ્યો. “દીકરા મારા, જે ખેલાડી એની પહેલી જ ઇનિંગમાં સેન્ચુરી બનાવે એ ઇતિહાસમાં અમર થઇ જતો હોય છે.” હર્ષદભાઈ સોફા પર બેસતા બોલ્યા. “પણ તમે નેટ પ્રેક્ટિસમાં સેન્ચુરી બનાવો તો એની કોઈજ વેલ્યુ નથી હોતી, બાપ મારા!” વરુણે ચેનલ બદલતા જવાબ આપ્યો. “કાન પકડ્યા...અને મને આનંદ થયો કે મારો