ચંદ્રા દોડીને કૂવા પાસે ગઈ હતી. પાણીની અંદર માછલીઓની જેમ સ્ત્રીઓ તરફડી રહી હતી. ચંદ્રા માટે આ અત્યંત ભયાનક દ્રશ્ય હતું. એણે મદદ માટે બૂમરાણ મચાવી હતી, “સોનલ...સોનલ...જરાક તો માણસ બન! આ બધી મરી જશે એમની મદદ કર, કોઈકને બોલાવ. કોઈ છે? રખેવાળ? બચાઓ...બચાઓ..." ચંદ્રાએ પોતે જ મહેલમાં હાજર દરેક જણને ઘેનની દવાવાળી લાડુડી ખવડાવી હતી. હવે એમાનું કોઈ મદદે આવી શકે એમ ન હતું." થોડીક જ વારમાં કૂવાની અંદરનો તરફડાટ શાંત થઈ ગયો હતો. શરીરનો તરફડાટ બંધ થયો અને એ સાથે જ આત્માઓનો ચાલું... શરીર છોડી મુક્ત થયેલી દરેક આત્મા ક્રોધિત હતી. એમને એમના પર થયેલા અમાનુષી અત્યાચારનો બદલો