અજાણ્યા છતાં જાણીતો વહેવાર.

(33)
  • 5.3k
  • 1.3k

મારે તલાટી કમ મંત્રીની પરિક્ષા આપવા જુનાગઢ જવાનું હતું. પરિક્ષા કેન્દ્ર જુનાગઢથી ૨૪ કિલોમીટર દૂર હતું અને હું પહેલા ક્યારેય જુનાગઢ ગયો પણ ના હતો. એટલે જુનાગઢ જવાનું ત્યાંથી પરિક્ષા કેન્દ્ર પર સમયસર પહોચવાનું મારા માટે થોડું મૂંઝવણ ભર્યું હતું. મે મારા મોટાભાઈ સમાન મિત્ર અજયભાઈ ઉપાધ્યાયને કહયું એટલે તેણે તરત કહયું, 'હા,જુનાગઢ એક મારો મિત્ર છે જેને હું એકવાર મળ્યો છુ અને તે પણ મારી જેમ જ પોલીસમાં ફરજ બજાવે છે.' તેમ કહીને અજયભાઈએ તેમને ફોન કર્યો પણ ચિંતનભાઈ કંઈક કામમાં રોકાયેલા હશે એટલે તેમણે ફોન ના રિસિવ કરી શક્યા.પછી તારીખ ૧૧ ફેબ્રુઆરીના રોજ હું વહેલી સવારે ભાવનગરથી જુનાગઢ