પ્રેમદિવાની - ૨

(30)
  • 4.4k
  • 2.1k

મીરાં શૂન્યમનસ્ક ચિત્તે બેઠી હતી. એ એટલી હદે મુંજાણી હતી કે, એનું મન પરિસ્થિતિને સમજી શકે એટલું સમક્ષ જ નહોતું. મીરાંની બેન મીરાં પાસે ગઈ અને એને હચમચાવીને ઝંઝોળીને ફરી કહે છે, મીરાં મેં તને કીધું એ તે સાંભળ્યું કે નહીં? મીરાં એક ઊંડો નિસાસો નાખીને કહે છે, હા. અને આગળ તેની બહેન પાસેથી વચન માંગે છે કે તું કોઈને કાંઈ ન કહે તો એક વાત કહું.મીરાંની બહેન મીરાંને વચન આપે છે કે એ કોઈને કાંઈ જ નહીં કહે, ત્યારબાદ મીરાં અમન સાથે થયેલ દરેક વાત જણાવે છે. આટલું બોલી મીરાં જમીન પર બેસી માથે હાથ ટેકવીને રડમસ અવાજે કહે છે,