અંત-અનંત

(17)
  • 1.7k
  • 1
  • 534

અંત - અનંત. જ્યારે બારીમાંથી આછા સૂર્યના કિરણો અનંતના ચહેરા પર પડ્યા ત્યારે મોડે સુધી ઉજાગરા કરેલ અનંતની આંખો ખુલી. ઉઠતા વેંત બાજુમાં રહેલ આકાંક્ષા પર તેની નજર પડી. હવાની લહેરખી આકાંક્ષાના વાળને પવન નાખતી હતી, અને આછા સોનેરી વાળ આકાંક્ષાના ચહેરાની શોભા વધારતા હતા. જાણે શિલ્પીએ સુંદર નકશીકામ કરીને કોઈ સુંદર બેનુમન મૂર્તિનું સર્જન કર્યું હોય તેવી દેખાતી હતી અનંતની આકાંક્ષા. જેમ જાત – જાતના આકારો વાળા વાદળો આકાશની શોભા વધારે છે. તેમ આકાંક્ષાના ચહેરા પર પડેલી આછી આછી કરચલીઓ પણ તેના સોંદર્યમાં વધારો કરતી હતી. અનંત તેની આકાંક્ષાના કપાળે એક હળવું ચુંબન કરીને ઉભો થયો, અને રસોડામાં ગયો. રસોડામાં