બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૫

  • 3k
  • 2
  • 1.1k

અધ્યાય ૫ કોઈ અમીરોની સોસાયટી કે સરકારી બંગલાઓની જગ્યાએ અમારી રિક્ષા રેલવે કોલોનીમાં આવી ઉભી રહી. આજે જાણે આખો દિવસ આખો યાદોમાં જ થઈ ને પસાર થઈ રહયો હતો, એવુ એ કોલોનીમાં ચાલતા ચાલતા અનુભવ્યું. રેલવે ક્વાર્ટસની હરોળમાં સૌથી છેલ્લે આવેલા, નાનકડા, એક માળના પણ સુઘડ અને સ્વચ્છ ઘરના ઓટલા પર અમે ચઢ્યા. ઓટલો લીંપેલો હતો, માટે ઠંડક આપતો હતો. એક ઝૂલો ત્યાં બાંધેલો હતો, અને ઓટલાની કિનારે એક લીમડાનુ ઝાડ હતુ, ઝાડની પાસે હરોળમાં અલગ અલગ છોડ ફૂલ અને શાકભાજીના છોડ વાવ્યા હતા. શર્માજી નુ ઘર બાજુમાં હોવાથી એમણે ત્યાંથી જ રામ-રામ કર્યા. મિનલે ઘરના દરવાજા પર ચાર-પાંચ વાર