પ્રકરણ 16 એસ.ટી. બસપોર્ટ, રાજકોટ રીક્ષા બસ સ્ટેન્ડના ગેટ પાસે ઉભા રહી. મેં રંગબેરંગી છત્રી ખોલી પ્રથમ ડગલું બહાર મુક્યું. પગમાં પહેરેલા સાદા ચંપલ પાણામાં ગરકાવ થઇ ગયા હતા. બ્લુ જીન્સ અને પીળા કલરના રંગબેરંગી ફુલોવાળા ટોપમાં હું દેશી છોકરી જેવી લાગતી હતી.. સાદા રબર બેન્ડમાં બાંધેલા વાળ નીચેથી ખુલ્લા હતા. આંખોના ભાવ છુપાવવા ભણેશરી છોકરીને શોભે તેવા જાડી ફ્રેમના ચશ્માં પહેર્યા હતા. ખભે લટકી રહેલા પર્સ સાથે હું ધીમે ડગલે આગળ વધી રહી હતી. વિજળીના કડાકા સાથે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. પવનની ગતિ સામાન્ય કરતાં વધારે હતી. છત્રી હોવા છતાં હું અડધી પલળી ગઇ હતી. ચારેબાજુ