એક પડેલાં ભંગાણના આરે ઉભેલી ઝુંપડી જેવી જગ્યા આજે બે આત્માઓના આગમનથી પાવન થઈ ઘરમાં પરિવર્તિત થઈ ગઈ.... હા.... આજે અહીં, આ જગ્યાએ બે નાના, કપાસ જેવા ઉજળા, બે નિર્મળ ભૂલકાઓનુ દુનિયામાં અવતરણ થયું છે... અરે....જરા સાંભળો તો ખરા.. કેટલું જોરમાં રડે છે જાણે આખી દુનિયાને પોતાના આવવાની સૂચના આપતાં હોય.... બંનેના અવાજ અલગ છે અને રૂપ રંગ તો એકદમ જ ભિન્ન. ધીરે-ધીરે રડવાના અવાજો ઓછા થયા અને થોડાં જ દિવસોમાં એમણે દુનિયાને દર્શન આપ્યાં... બંન્ને ઢબુક-ઢબુક કરતાં, પડતાં-આખળતા એમનાં ઘરની બહાર આવ્યા અને વિસ્ફારિ