એ ઘરે આવ્યા....

(16)
  • 3.1k
  • 1.1k

આજ અષાઢી બીજ હતી. કચ્છી નવું વર્ષ. દર વર્ષે કચ્છ માં આ નવા વર્ષે વરસાદ ની આગમનની રાહ જોવાતી અને પ્રાથના કરાતી, પણ આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થઇ ગયો હતો આષાઢી બીજની પહેલા જ કચ્છ ભીંજાઈ ગયો હતો. પણ શાંતા ક્યારથી કોઈક ના આગમન ની રાહ જોઈ રહી હતી. કામ માં ચિત લાગતું નહોતું. મન માં કેટલાય વિચારો વંટોળ ની જેમ ગોલ ગોલ ફરી તેને વિચલિત કરી રહ્યું હતું. શંકા- આશંકા ઓ થી તે વારંવાર દરવાજા તરફ જોતી અને આંખો બંધ કરીને કંઇક મનોમન બોલતી રહેતી. શાંતા ના એ આવવાના હતા એટલે કે વર્ષો પહેલાં જેના સાથે લગ્નગ્રંથિથી