પ્રપંચ

(21)
  • 3k
  • 2
  • 824

** પ્રપંચ **સિંગાપુર એરલાઇન્સની ફ્લાઈટને ન્યુયોર્ક પહોચવામાં હવે ફક્ત બે કલાક જેટલો સમય બાકી હતો. હાલ આ ફ્લાઈટ ૨૫૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. વાતાવરણમાં થોડોક પલટો આવતાં કદાચ પ્લેનને હજુ થોડીક વધુ ઉંચાઈએ લઇ જવું પડશે તેમ માની પાયલોટે વિમાનના ઈન્ડીકેટર સ્ક્રીન પર “ Fasten your belt “ અને “ No Smoking” ની સૂચના પ્રદર્શિત કરી સાથે સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર પણ તે અંગેની સૂચના રેલાઈ એટલે બધી એરહોસ્ટેસ હરકતમાં આવી ગઈ. થોડીક મિનિટોમાં ફ્લાઈટે ૩૦૦૦૦ ફૂટની ઉચાઇ પકડી. ઉંચાઈ વધવાના કારણે વિમાનમાં હવાનું દબાણ ઓછું થતાં દરેક યાત્રીની સામે ઓક્સિજન માસ્ક આપો આપ નીચે આવી ગયા. બીઝનેસ