સારથિ Happy Age Home 5

(33)
  • 4.2k
  • 4
  • 1.2k

(માનવ અને દેવલ મહેકબેનની કેબિનમાં ઊભા હતા, દેવલ કહી ચુક્યો હતો કે માનવ ઓલ્ડ એજ હોમને હેપ્પી એજ હોમમાં બદલાવ ધારે છે પણ કેવી રીતે એ જણાવવાનું એણે માનવ ઉપર છોડ્યું હતું....)માનવ ગંભીર હતો. આજ એક પળ હતી મહેકબેન આગળ પોતાની ઈમેજ ફરી સુધારવાની અને ફક્ત સુધારવાની જ નહિ એક નવી ઈમેજ ઊભી કરવાની હતી. આખરે માનવે થોડીક ક્ષણો મૌન રહીને કહ્યું,“મેમ આ દુનિયામાં માણસ જનમે છે ત્યારથી લઈને એના જીવનની છેલ્લી ઘડી સુધી એ સપના જોતો હોય છે. કેટલાક સપના એ પૂરા કરે છે અને કેટલાક અધૂરાં રહી જાય છે. દરેક અધૂરું રહી ગયેલું સપનું એવું નથી હોતું કે