એક અનામી વાત - 8

  • 2.9k
  • 1k

S.R.D. Institute. એક અનામી વાત ભાગ -૮ સવારનો લગભગ સાડા અગિયારનો સમય થયો હશે. એસ.આર.ડી. ઇન્સ્ટીટયુટના ગેટ નં .૬ની કેબીનમાં લાખો પંજાબી બેઠો-બેઠો પોતાના કાન ખોતરી રહ્યો છે, આમે હવે ૫ વાગ્યા સુધી નાતો તે અહીંથી હલવાનો હતો નાતો કોઈ તેને હલાવી શકવાનું હતું. સાંજ સુધી તેણે બસ આમજ કાન ખોતરવાનું કે કાનમાં પૂમડા ભરાવીને બેસવાનું હતું.કારણકે એક વખત ગેટ બંધ થાય પછી તે માત્ર શિખા મેડમની પરમિશનથી જ ખૂલતો નહીતર બંધ. છેલ્લા સાત વર્ષથી લાખો અહી નોકરી કરતો હતો અને છેલ્લા સાત વર્ષોમાં કઈ કેટલીયે રૂપકડી છોકરીઓને તેમના બોયફ્રેન્ડ સાથે મળતા રોકવાનું કામ લાખાએ કર્યું હતું. ફક્ત છોકરીઓ