અંગત ડાયરી - જન્મદિવસ

  • 4.9k
  • 1
  • 1.9k

અંગત ડાયરી ============શીર્ષક : જન્મદિવસ લેખક : કમલેશ જોષી ઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૧, જૂન ૨૦૨૦, રવિવાર જન્મદિવસ એટલે એ તારીખ, એ દિવસ જે દિવસે આપણે પ્રથમ વખત માતાના ઉદરમાંથી બહાર નીકળી સદેહે પ્રગટ થયાં હોઈએ. આસપાસના વાતાવરણ અને માનવ સમૂહના ડાયરેક્ટ ટચમાં આવ્યાં હોઈએ. આપણે ગમે તેવા હોઈએ, આપણાં એ બાળ સ્વરૂપને સૌથી પહેલું લાઈક મમ્મી-પપ્પાનું મળે. નજીકનો માનવ સમુદાય, જે આપણને પહેલી વહેલી વખત જ મળી રહ્યો હોય, પછી એ દાદા-દાદી હોય કે નાના નાની, મામા હોય કે કાકા, ફૈબા હોય કે ફુઆ, મોટીબેન હોય કે મોટો ભાઈ.. એ સૌ કોઈ આપણા પર અનરાધાર સ્નેહ વરસાવે, આપણને ઝબલું,