તું છે...તો હું છું

(16)
  • 5.8k
  • 2
  • 1.9k

"રોહન, પ્લીઝ મારી વાત સાંભળો." માયા એ ત્રીજી વાર આજીજી કરી."નહિ માયા. હવે બસ. તને જેટલું બોલવું હતું, તે બોલી લીધું. અને મને જેટલું સાંભળવું હતું, મેં એના કરતાં વધારે સાંભળી લીધું.""રોહન પ્લીઝ!""માયા, મને ઓફિસ માટે મોડું થાય છે. So cut it." રોહન અરીસા સામે તૈયાર થઈ રહ્યો હતો. માયા પલંગ પર બેસી, એની સામે નિરાશા થી જોઈ રહી હતી."રોહન, મારો વિશ્ર્વાસ કરો, ટેન્ડર પાસ નથી થયું, એ વાત સમીર ને મેં નહોંતી કરી.""તો તારા ભાઈ ને સપના માં ગણપતિ બાપ્પા કહી ગયા? You know he's my competitor!"રોહન એકદમ થી ફર્યો અને માયા સામે આંગળી ચિંધી."તારો ભાઈ એટલો સારો મોકો