રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 9

(89)
  • 6.1k
  • 1
  • 2.1k

ક્લિન્ટન ફર્નાન્ડેની અજીબ તસ્વીર.. ઝરખ પ્રાણીઓની ગાડી..ઝોમ્બો નદી ઉપર પુલનું નિર્માણ.._________________________________"કોણ છે..? અડધી રાતે રાજ્યાશનના શયનકક્ષમાં સૂતેલા જ્યોર્જને કોઈકે ઢંઢોળ્યો એટલે જ્યોર્જ આંખ મસળતા બોલી ઉઠ્યો. જ્યોર્જે આંખો ખોલી તો એની પથારી પાસે જ ક્રેટી ઉભી હતી"અરે.. હું છું.. થોડોક ધીમે બોલ નહિતર પીટર જાગી જશે..' ક્રેટીએ મોંઢા ઉપર આંગળી મૂકી મલકતા ચહેરે કહ્યું."મારી સાથે ચાલ.' આટલું બોલીને ક્રેટીએ જ્યોર્જને એની પાછળ આવવાનો ઇસારો કર્યો. જ્યોર્જે મનોમન વિચાર્યું અડધી રાતે આને શું કામ હશે. આખો દિવસનો થાકી ગયો છું અને રાતે પણ ચેનથી સુવા દેતી નથી. મોટુ બગાસું ખાઈ. અડધે સુધી શરીર પર ઓઢેલી ચાદરને ખસેડી તે ઉભો થયો અને