રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 38 - છેલ્લો ભાગ

(149)
  • 4.9k
  • 6
  • 1.9k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૮ "બાહુક!" દરવાજે ઊભેલાં અકીલાના પુત્ર બાહુકને જોઈ આશ્ચર્ય સાથે અગ્નિરાજે કહ્યું. "મહારાજ, હું તમને અહીંથી છોડાવવા આવ્યો છું." બાહુકે ધીમા અવાજે કહ્યું. "પણ કેમ? તને ખબર છે અમને અહીં કેદ કોને કરાવ્યાં છે?" અગ્નિરાજે શુષ્ક સ્વરે પૂછ્યું. "હા મહારાજ, હું જાણું છું કે આ દુષ્ટતા મારાં પિતાશ્રીની છે. એમને રાજગાદી મેળવવાની મંછા સાથે જે અધમ કૃત્ય આચર્યું છે એનાં લીધે હું ખૂબ જ લજ્જિત છું. તમારે એમને જે સજા આપવી હોય એ આપી શકો છો મને એનો કોઈ વિરોધ નથી." "મને હમણાં જ ખબર પડી કે સાત્યકી અને મારાં પિતાજીએ જે ષડયંત્ર રચ્યું છે