4"તમે ચિંતા ના કરો માલિક, સાંજ જીવતી પાછી નઈ આવે શેર થી." એક માણસ સાંજ ના ઘરની બાર છુપાઈને ઘર પર નજર રાખતા ફોન પર બોલ્યો."એ છોકરી બચી ગઈ ને તો તું નઈ બચે."સામે છેડેથી ફોન મુકાઇ ગયો. ગામલોકો મંદિરમાં સાંજની સ્વસ્થતાની પ્રાર્થના કરી રહ્યા હતા. 3-4 જણ સાંજ ને મારવાની તૈયારી કરી રહ્યા હતા. આ બાજુ એમ્બ્યુલન્સ હોસ્પિટલ આવી ચૂકી હતી, મહેશભાઈ એ એમની ઓળખાણ કામે લગાવી તાબડતોબ ડૉ.ને બોલવડાવી સાંજ નો ઇલાજ ચાલું કરાવડાવ્યો. સૂરજ અને શાંતિ ઓપરેશન થિયેટર ની બાર બેઠા હતાં, દેવજીભાઈ અને મહેશભાઈ પૈસાનો બંદોબસ્ત કરવા ગયા હતા અને શિવાની નિરજ જોડે કાઉંટર પર ફોર્મ ફિલ