કિશન અને ધારા હોસ્પિટલ પહોંચી ગયા હતા, દેવાંશી પણ હોસ્પિટલે આવી ગઈ, દેવાંશીએ અક્ષરની આ હાલત જોતા જ પ્રશ્નોની લાંબી હારમાળા મૂકી દીધી. "તને કંઈ ભાન પડે છે? તને સરખું ચાલતા નથી આવડતું કે શું? તને આવડી મોટી કાર ધ્યાનમાં ના આવી? તે વિચાર્યું છે કે તને કંઈ થઈ જાત તો મારું શું થાત?" અક્ષરને બોલવાનો જરા પણ મોકો ના મળ્યો. આમ દેવાંશીનું અબડમ બબડમ ચાલુ જ રહ્યું . દેવાંશી ના હૃદયની વાત આખરે બહાર આવી ખરી. દેવાંશી ને સાંભળીને ધારા અને કિશન પણ મંદ મંદ હસવા લાગ્યા. અક્ષર તો આ દ્રશ્ય જોતો જ રહી ગયો,