પેન્ટાગોન - ૧૯

(84)
  • 5.4k
  • 9
  • 2.2k

(કબીર પોતાના પાછલા જનમની વાત કહી રહ્યો હતો, જ્યારે એ કબીર નહિ પણ કુમાર હતો અને આ મહેલમાં ઘોડાના રખેવાળ તરીકે નોકરી કરતો હતો...મહેલના મહારાજની ઐયાશી વૃત્તિથી કંટાળી ગયેલો કુમાર એની પ્રેમીકા સાથે મળી અહિંથી ભાગી જવાનો કીમિયો રચે છે...) ચંદ્રાએ કહ્યું એ પ્રમાણે કરવાનું કુમારનું ગજું ન હતું. ચંદ્રામાં રાજપૂતાણી લોહી વધારે જોશ દેખાડી રહેલું પણ કુમારમાં એટલી હિંમત ન હતી. છતાં રોજ રોજ ડરવું અને ધીરે ધીરે મરતા જવું એના કરતા એક જ વખતમાં મરી જવું સારું એમ વિચારી કુમાર તૈયાર થયેલો. ચંદ્રા અને કુમારના પ્લાન મુજબ જે દિવસે મહારાજ અને એમનો કાફલો શહેર જવા નીકળે એ પછી