પ્રેમદિવાની - ૧

(32)
  • 6.1k
  • 2.4k

મીરાં... નામ પરથી જ અંદાજ આવે કે પ્રેમદિવાની હોવી જોઈએ.. ચાલો અમારી મીરાંની જિંદગીની દિલચસ્પ કહાની તમને રજુ કરું.મીરાં ખુબ મળતાવડી, પ્રેમાળ, બીજાની મદદ કરવા કાયમ તત્પર રહેતી એવી જિંદાદિલ સ્વભાવની સાથોસાથ આખાબોલી પણ ખરી. દેખાવે સામાન્ય છતાં માપસર આકર્ષિત દેહકૃતિ ધરાવતી મીરાં દરેકના મનમાં પોતાનું સ્થાન જન્માવી જ લે એવી હતી.મીરાંનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. મીરાં, તેના માતાપિતા અને મીરાં ની એક નાની બેન એમ નાના પરિવારમાં ખુબ લાડકોડથી ઉછરેલી મીરાં ખુબ સમજુ હતી. આડોશપાડોશમાં પણ મીરાં વગર જાણે સુનકાર છવાય જતો હતો. મીરાંની સાથે તેની પાડોશમાં રહેતા અમન સાથે તેની સારી મિત્રતા... બંને જોડે જ એક