નારી તું ના હારી... - 1

  • 5.7k
  • 1
  • 2k

નારી 'તું' ના હારી..આપ લોકોના સહકાર અને પ્રોત્સાહન થકી આજે ફરી એક નવી નવલકથા લખવા જઈ રહ્યો છું. નામ વાંચીને કદાચ તમે અમુક પૂર્વધારણા બાંધી જ લીધી હશે અલબત્ત તમારી એ પૂર્વધારણાને સર કરીને મારા વિચારો રજૂ કરવાની મારી પુરી કોશિશ રહેશે. મારા બા, મારી મમ્મી, મારી બહેનો (મારે પત્નિ નથી..?) ને મારા જીવનમાં રહેલી બધી સ્ત્રીઓના વિચારો, સંવેદના, લાગણી, કામ કરવાની પરાકાષ્ઠા, સાતત્યપણું, સાદગી, દુઃખ, શોક, ઈર્ષ્યા, અને હર્ષોલ્લાસને આવરીને લખવામાં આવનારી આ નવલકથા બધી જ સ્ત્રીઓના હૃદય સુધી પહોંચાડનારી અને દરેક પુરુષના જીવનમાં રહેલી સ્ત્રીઓ પરત્વેના માન-સમ્માનને વધારનારી સાબિત કરવા હું મારાથી બનતા પ્રયત્નો કરીશ. ઘણી જગ્યાએ પાત્રને ન્યાય