રેઈની રોમાન્સ - 15

(17)
  • 4k
  • 970

પ્રકરણ 15 કોઇ લેખક માટે પોતાની પહેલી બુક સફળતા અને પ્રસિદ્ધિના નવા આયામો સર કરે પછી બીજી બુકનું મહત્વ શું હોય ? એ સફળતાને ટકાવી રાખવાનું ટેન્શન બહુ વધારે હોય છે. એવું જ ટેન્શન આજ રેવા સાથેની બીજી મુલાકાત અંગે અનુભવી રહ્યો હતો. એક તો તેને મુકેલી શરતો બહુ આકરી હતી. તેનું વ્યક્તીત્વ જોતાં એક જ મુલાકાતમાં તેનાં અંગે કશીક ધારણા બાંધવી બહુ મુશ્કેલ હતી. ' રેઇની રોમાન્સ ' ની સફળતા માટે થોડું પ્રેમનું નાટક કરવું પડે તો પણ મને મજુંર હતુ. જો વરસાદ આવશે તો..... મારી પાસે ગર્વમેન્ટની જેમ કોઇ પ્રીમોન્સુન પ્લાન તૈયાર નહોતો.