શિંગડાં

  • 2.7k
  • 1
  • 632

ધડાક....ધૂમ.....ધડામ.......ધૂમ........વગેરે જેવા ગગનભેદી અવાજો વચ્ચે આખો ભરતપુર દેશ ધણધણી ઉઠ્યો. ચારેય બાજુ નાસભાગ મચી ગઈ. ધડાકા થયા તેની આજુબાજુના વિસ્તારોમાં મકાનોનાં ફૂરચા ઉડી ગયા, કેટલાંય લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા. ભરતપુરનાં રસ્તાઓ લોહીનાં રંગે રંગાઈ ગયા. ચારેય બાજુ લોહીનાં ખાબોચિયાં, માંસના લોચા, રસ્તે રઝળતા અને કપાઇ ગયેલાં માનવઅંગો દેખાતાં હતાં. પંદર-વીસ મિનિટમાં તો આખાય ભરતપુરમાં ટાંઉ....ટાંઉ.....ટાંઉ... કરતી એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓ દોડવા લાગી. થોડી શાંતિ થયાં બાદ રસ્તાની એક બાજુ ચાની કિટલી ઉપર બાજુનાં ખૂણામાં પડેલાં વાદળી રંગના પ્લાસ્ટિકનાં પીપડાં ઉપર ઢાંકેલું એલ્યુમિનિયમનું મોટું છિબું હળવેક રહીને આપમેળે ખસ્યું, એમાં પાણીથી લથબથ ભગલાનો ખાખી વરદી પહેરેલો દેહ છાતી સમાણો