લવ રિવેન્જ પ્રકરણ-20 "સિદ્ધાર્થ.....!" લાવણ્યાથી જોરથી બૂમ પડાઈ ગઈ. કમ્પાઉન્ડમાં તેની સામેજ લાઇટ ગ્રે બ્લેઝર, અંદર બ્લેક ટી-શર્ટ, બ્લૂ જીન્સમાં સિદ્ધાર્થ ઊભો હતો. તે લાવણ્યાને ભાવપૂર્વક જોઈ રહ્યો હતો અને તેનાં હોંઠ ઉપર હળવી ક્યૂટ સ્માઇલ હતી. તેને જોતાંજ લાવણ્યાનું હ્રદય અને ચેહરો ખીલી ઉઠ્યો. તેની ખુશીનો પાર ના રહ્યો અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવાની શરૂ થઈ ગઈ. લાવણ્યાનાં હાથમાં રહેલો તેનો ફોન છૂટી ગયો. અચાનક તેનાં શરીરમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય અને તે જીવી ઉઠી હોય એવું લાવણ્યાને ફીલ થયું.તે ઝડપથી દોડી અને સિદ્ધાર્થની જોડે પહોંચી કૂદીને તેને વળગી પડી. તે એટલું